🌿 આપણને કેટલીવાર યાદ કરાવવાની જરૂર છે? આજે હું એક પ્રશ્ન વિચારી રહ્યો છું. આપણે હમણાં - વર્તમાનમાં પાછા ફરવા માટે કેટલીવાર યાદ કરાવવાની જરૂર છે? એક વખતની ? પાંચ વખતની ? બાર વખતની? સો વખતની? આપણામાંથી મોટાભાગના લોકોએ તેનો અનુભવ કર્યો છે. આપણે થોભીને, શ્વાસ લઈને વર્તમાનમાં પાછા ફરીએ છીએ. અને તેથી થોડી ક્ષણો માટે... જીવન હળવું, સ્પષ્ટ, અને સરળ લાગે છે. તેમ છતાં... ખુબ થોડા સમયમાં... આપણે પાછા પહેલાંની સ્થિતિમાં પાછા આવી જઈએ છીએ. ગઈકાલમાં - ભૂતકાળમાં ફરી પાછા આવી જઈને…… કાલનું - ભવિષ્યનું આયોજન કરવા અને જે બાબત કે ઘટના બની નથી તેની ચિંતા કરીએ છીએ . તો આમ કેમ થતું રહે છે? શું તે મનની નબળાઈ છે? મને એવું નથી લાગતું. કદાચ મન એ જ કરી રહ્યું છે જેના માટે તેને બનાવવામાં આવ્યું હતું. હજારો વર્ષોથી, મનનું કામ વર્તમાનનો આનંદ માણવામાં મદદ કરતું નહોતું. તેનું કામ આપણને ફક્ત ભુતકાળની યાદ કે ભવિષ્યની ચિંતા કરવાનું ચાલુ રાખવામાં મદદ કરવાનું હતું. જેમકે….ભુતકાળની ભયજનક વાતોને યાદ રાખવી, સમસ્યાઓની આગાહી કરવી અને શું ખોટું થઈ શકે છે તેની તૈયારી કરવી. તેના અસ્તિત્વને ટકાવી રાખવાની આ પદ્ધતિ આજે પણ ચાલી રહી છે. સમસ્યા એ છે કે... મોટાભાગના જોખમો માટે તે આપણને તૈયાર કરે છે જે ક્યારેય આવતા નથી. છતાં તે આપણું ધ્યાન ફક્ત તે સ્થાનથી એટલે કે વર્તમાન ક્ષણ કે જ્યાં જીવન ખરેખર બની રહ્યું છે તેનાથી દૂર આપણું ધ્યાન ખેંચી રહ્યું છે. મનના આવા કાર્યો થી બચવા માટે આપણને વર્તમાનમાં જ રહેવાની યાદ અપાવવાની જરૂર છે. એટલે નહીં કે આપણે નિષ્ફળ જઈ રહ્યા છીએ. પરંતુ એટલા માટે કે દરેક સ્મૃતિ એ હજારો વર્ષોના સંસ્કારોને તોડવાનું એક નમ્રતા ભર્યું આમંત્રણ છે. દરેક વિરામ એ એક વાપસી છે. દરેક વાપસી એ મનના વિચારોમાંથી સ્વતંત્રતા મેળવવાનું એક નાનું કાર્ય છે. 🎯 આજે: વર્તમાન ક્ષણને ભૂલી જવા માટે પોતાને દોષિત ન માનો. જ્યારે તમે વર્તમાનમાંથી હમણાં જ ગયા છો ત્યારે ધ્યાન આપો... અને પાછા ફરવાની ક્ષણની ઉજવણી કરો. કારણ કે વર્તમાનમાં હાજર રહેવાની પ્રથા હંમેશા રહેતી નથી. પ્રથા પાછી આવી રહી છે... ફરીથી... અને ફરીથી.